રાજ્ય કક્ષાએ U-14 બેઝ બોલ રમતમાં ભાઇઓની સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતું ગુરુકુલ સાવરકુંડલા..
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -14 બેઝ બોલ રમતમાં ભાઇઓની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે રાજ્ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા થયેલ તેમાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની સમગ્ર સ્કૂલની ટીમ ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે જેમાંથી ચાર વિદ્યાર્થીઓ નેશનલ લેવલે બેઝ બોલ રમત સ્પર્ધામાં રમવા જશે.આ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું નામ રોશન કરેલ છે
જેમાં ગુરુકુળ શાળાનાં રમત ગમતનાં કોચ તરીકે શ્રી દીપકભાઈ વાળા તથા ઝાલાભાઈએ ખૂબજ તનતોડ મહેનત કરી વિજય મેળવ્યો છે તેમજ તેઓ વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસમાં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સમગ્ર ગુરુકુળ શાળાની ટીમ રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતાં તેમજ ગુરુકુલ શાળાનાં ૪ વિધાર્થીઓ નેશનલ લેવલે બેઝ બોલ રમત ગમત સપર્ધામાં રમવા જશે જે માટે સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઇ તેમજ વિવિધ શાળાનાં પ્રિન્સિપાલશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
Recent Comments