fbpx
ગુજરાત

નાંદોદના મહિલા ધારાસભ્યએ જાહેર મંચ પરથી ફરિયાદ કરી કે, પાર્ટીના કાર્યકરો મારી હાંસી ઉડાવે છેસાંસદ મનસુખ વસાવાએ પાર્ટીની આંતરિક બાબત ગણાવી

નર્મદા જિલ્લા ભાજપની આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી છે. નાંદોદના મહિલા ધારાસભ્યએ જાહેર મંચ પરથી ફરિયાદ કરી કે, પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતા હતા. રાજપીપળામાં યોજાયેલના સ્નેહ મિલન સમારંભમાં તેમણે આ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. જ્યારે ધારાસભ્યએ આ રોષ ઠાલવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ હાજર હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ કાર્યકરોને ટકોર કરી. તો સાંસદ મનસુખ વસાવાએ આ બાબતેને પાર્ટીની આંતરિક બાબત ગણાવી.

મહત્વનું છે કે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. અને મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે. ત્યારે ધારાસભ્યનું જાહેરમાં રોષ ઠાલવવું ચર્ચાને વેગ આપી રહ્યું છે. એક તરફ ભાજપ સરકારે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરાવીને વાહવાહી લૂંટી, તો બીજુ તરફ એક મહિલા ધારસભ્યને જાહેર મંચ પર આવી રીતે પોતાના સન્માન માટે લડવું પડી રહ્યું છે. નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે. ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી છે.

રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યાં હતાં. ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવાવાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે. બધાએ સમય અને ભોગ આપ્યો છે. એ બધાને પૂછું કે અત્યાર સુધી કોઈ બેતુકારીને વાત કરી છે, અપમાન કરી છે. પણ ભગવાન સાક્ષી છે કે મેં કોઈનું અપમાન કર્યું નથી. પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે. એક નાનો કાર્યકરો મારી સામે જાેઈ જાેઈને મારી હસી ઉડાડે છે. એટલે તમે શું સમજાે છો આં મારું અપમાન નથી, ભાજપનાં ધારાસભ્યનું અપમાન છે. કહી ભાજપનાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.

Follow Me:

Related Posts