સાવરકુંડલા મહાપ્રભુજી ની બેઠકજી ખાતે ખીચડી ખેલ મનોરથ યોજાયો
મહાપ્રભુજીની બેઠકજી સાવરકુંડલા ખાતે ખીચડી ખેલ મનોરથ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેના મુખ્ય મનોરથી ઓધવજીભાઈ માધવાણી હતા. અહીં નંદ મહોત્સવ, યમુના પાન, મહારક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પુરુષોત્તમ લાલજી મહારાજના જન્મદિવસ પર દ્વારકાધીશ હવેલી અમરેલી એ કાર્યક્રમના ભાગરૂપે અહીં બેઠકજીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જેમાં અમરેલી તથા સાવરકુંડલા રેડક્રોસ તેમજ લાયન્સ ક્લબ સાવરકુંડલા બ્લડ બેંક ના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનરને રેડક્રોસ સોસાયટી તથા બેઠકજી તેમજ બ્લડ બેન્ક તરફથી ત્રણ ગિફ્ટ આપવામાં આવી હતી. બ્લડ એકત્ર કરી અમરેલી દ્વારકાધીશ હવેલી એ મોકલવામાં આવેલ હતું. અહીં પુરુષોત્તમ લાલજી ની રક્ત તુલા કરવામાં આવી હતી. પૂજ્ય અનુગ્રહ લાલજી મહારાજ ના સાનિધ્યમાં મનોરથી માધવાની પરિવાર તરફથી હાજર રહેલા તમામ વૈષ્ણવોને યમુના પાન કરાવવામાં આવ્યું હતું.
Recent Comments