fbpx
ગુજરાત

વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાનખેડૂતોને ડીએપી ખાતર મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે

રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ રહી છે..ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે..ખેડૂતો વાવણીના સમયે જ ખાતર માટે રઝળપાટ કરવા મજબૂર થયા છે. ખાસ કરીને આ સિઝનમાં ઘઉં, રાયડો, જીરુંના વાવેતર સમયે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે..અનેક રજૂઆતો છતાં ખાતરની અછતની સ્થિતિ યથાવત છે..એમાં પણ વાવેતરના ખરા સમયે નાના અને મધ્યમ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફસૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું.. તો ગુજરાતની સહકારી મંડળીઓમાં ખાતરની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ સ્થિતિનો લાભ લઈને લેભાગુ વેપારીઓ ઉંચા ભાવ લઈને ખાતર વેચતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

ડીએપી ખાતરના અછત વિશે પાટણના ખેડૂતોએ જણાવ્યું કે, રવિ સીઝનમાં ખાતરની અછત ઉભી થઈ છે. પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. માં ડીએપી ખાતરની અછત છે. ખેડૂતોને પાક માટે હાલ ડીએપી ખાતરની તાતિ જરૂરિયાત છે. ખેડૂતોને ડીએપી ખાતર મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. ક્યાંક ખાતર કેન્દ્રો પર ડીએપી ખાતરની અછત તો ક્યાંક ડીએપી ખાતરની માત્ર ત્રણ થેલી મળતા ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ખાતરની અછતને લઈને ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ખેડૂતોને ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતરની હાલાકી પડી રહી છે.

ખેડૂતોને શિયાળુ ખરીફ પાકનું વાવેતર કરવા પાયાની જરૂરિયાત એવા ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતરની તંગી વર્તાઈ રહી છે. ખેડૂતો પાણી તેમજ મોસમનું ખેતી કામ છોડીને ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા લાચાર બન્યા છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા ખેડૂતો ધાબળા અને સ્વેટર પહેરીને પહોંચી જાય છે. જ્યારે ખેડૂતનો વારો આવે ત્યારે ખેડૂત ખાતેદાર દીઠ ફક્ત પાંચ થેલી જ ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતરની મળે છે. કૃષિમંત્રી મીડિયા સમક્ષ એવા નિવેદનો આપે છે કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી નથી. ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના મતવિસ્તાર એવા મોટી પાનેલી વતનમાં જ ખેડૂતોને ખાતર માટે હાલાકી પડી રહી છે. મોટી પાનેલી સહકારી મંડળી ખાતે ખેડૂતો વહેલી સવારમાં લાઈનમાં ઉભા રહેવા મજબૂર થયા છે. વહેલી તકે જગતના તાતને જાેઈતી ડ્ઢછઁ-દ્ગઁદ્ભ ખાતર આપવા માટે કરાઈ ઉગ્ર માંગ કરાઈ છે.

Follow Me:

Related Posts