લીલીયા સ્થિત મંદિરે તુલસી વિવાહ કાર્યક્રમમાં યુવાનો દ્વારામતદાર નોંધણી ઝુંબેશ કાર્યક્રમ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે ત્યારે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી કામગીરી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ દ્વારા જિલ્લાના સાવરકુંડલા સ્થિત ગીરધર ઘર ખાતે રુબરુ મુલાકાત કરી ૧૪ જેટલા વરિષ્ઠ નાગરિકોની ખરાઈ કરી મતદારયાદીમાં તેમના ફોર્મ નંબર-૬ અને ફોર્મ નંબર-૮ ભરવામાં આવ્યા હતા.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરુ છે ત્યારે જિલ્લાના બગસરા અને ધારી સહિતના તાલુકા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. વધુમાં વધુ નાગરિકોને આ મતદાર યાદીમાં સમાવિષ્ટ થઇ શકે તે માટે પ્રયાસો હાથ ધરવા અને ૧૮ થી ૧૯ વય ધરાવતા યુવા નાગરિકોની નોંધણી થાય તથા બાકી રહેતા નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી થયા વગર ના બાકી ન રહે તે અંગે ખાસ તકેદારી સૂચના આપવામાં આવી હતી. વધુમાં લીલીયા સ્થિત મંદિરે તુલસી વિવાહ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મતદાર નોંધણી ઝુંબેશ કાર્યક્રમ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
Recent Comments