આઈ.એમ.ડી., અમદાવાદનાં બુલેટીનથી મળેલ સુચના મુજબ તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૭/૧૧/૨૦૨૩ દરમ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય, અત્રેનાં જિલ્લામાં આવેલ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતો દ્વારા વેચાણ માટે આવતા કૃષિ પાકોને વરસાદથી નુકશાન ન થાય તેમજ આવા કૃષિ પાકોનાં પરિવહન દરમ્યાન પણ વરસાદને કારણે નુકશાન ન થાય તે માટે આવતા દિવસોમાં જે ખેડુતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈ આવે તેને બંધ બોડીનાં વાહનમાં અથવા તો તાડપત્રી ઢાકીને જ લાવે તેવી ખેડુતોને સત્વરે સુચના કરવા અને વેચાણનાં સ્થળે રાખેલો જથ્થો પણ ન પલળે તે માટે APMC માં જરૂરી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તાલુકા કક્ષાનાં APMC માં પણ સત્વરે જરૂરી સુચના આપવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
કમોસમી વરસાદનાં પગલે એ.પી.એમ.સી. ખાતે વેચાણ અર્થે આવતા ખેડૂતોનાં પાકને નુકસાની ન થાય તે અંગે તકેદારી રાખવા માર્ગદર્શિકા બહાર પડાઇ

Recent Comments