સક્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલાના અઘ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેકોલોજી તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકામાં તા. ૨૪ તથા ૨૫ નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકા પીઠવડી ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડી ખાતે યોજવામાં આવ્યો હતો.
રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શ્રી અન્નના ફાયદા તેમજ શ્રી અન્નને આપનાવી રોગમુક્ત થઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજીત આ રવિ કૃષિ મહોત્સવના મુખ્ય આકર્ષણો કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, સરદાર પટેલ કૃષિ સંશોધન, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય ક્રેમ્પ, સેવા સેતુ તેમજ સહકારી પ્રવૃત્તિની રૂપરેખા છે. આ ઉપરાંત ખેડૂતોને મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરીપત્રો, સહાય હુકમોના વિતરણ પણ કરવામાં આવ્યું
કાર્યક્રમના અધ્યક્ષશ્રીએ ગાય આધારિત ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આભાર વિધિ વિસ્તરણ અધિકારી પ્રણવભાઈ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભોજનનું આયોજન થયેલ હતું.
આ રવિ કૃષિ મહોત્સવમાં શ્રી અન્ન મિલેટ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, એફ.પી.ઓ.ની કામગીરી, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો તથા ઈનપૂટસનો ઉપયોગ, બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી વિગેરે બાબતો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ મિલેટ બુક કે જેમાં મિલેટ ધન્ય દ્વારા બનતી વિવિધ વાનગીઓની રેસિપી સહિતની માહિતી આપવામાં આવેલ છે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવમાં કુલ ૫૭ લાભાથીઓને મંજૂરીઓ મહાનુભાવોને હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જુદા જુદા ૩૦ જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા ઉપસ્થિતો દ્વારા આ સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરિયા, કિશોરભાઈ બુહા, રાઘવભાઈ સાવલિયા સહિતના મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મળદનીશ ખેતી નિયામકશ્રી, મામલતદારશ્રી, સહિતના અધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments