અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમ અન્વયે પ્રાકૃતિક કૃષિ વિશેનું સઘન માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડુતોના ખેતરની અન્ય ખેડુતોએ મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ માટેનું પ્રત્યક્ષ નિદર્શન મેળવ્યું હતુ. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા બાગાયત નિયામકશ્રી પી.એમ.વઘાસિયા અને પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરીયાએ, રવી કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની સમજ અને માર્ગદર્શન સાથે તે અપનાવવા માટેની વિગતો આપી હતી. ખેતી વિસ્તરણ અધિકારીશ્રી રાહુલભાઇ વાછાણીએ ખેડુતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.
બગસરાના સુડાવડ ગામે પ્રાકૃતિક કૃષિ વિશેનું સઘન માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા

Recent Comments