fbpx
રાષ્ટ્રીય

કોરોનાની જેમ ચીનનો ન્યુમોનિયા વાઇરસનો વિશ્વમાં છે હાહાકાર

સમગ્ર વિશ્વએ કોરોના મહામારી સહન કરી છે. દુનિયા સારી રીતે જાણે છે કે ચીનમાંથી ઉદભવેલો જીવલેણ રોગ વિનાશ અને માત્ર વિનાશનું કારણ બને છે. હવે ઉત્તર ચીનના લિયાઓનિંગમાં એક રહસ્યમય ન્યુમોનિયાની ઓળખ થવા છે. ભેદી ન્યુમોનિયાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં બાળકો બીમાર પડી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી રહી છે. આ ન્યુમોનિયાના પ્રસરવાના કિસ્સાને ધ્યાને લઈને, કોરોના સમયે સમગ્ર વિશ્વને ચેતવણી આપનાર સંસ્થાએ ફરી ભેદી ન્યુમોનિયાને લઈને એક ચેતવણી આપી છે.

ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯ માં કોવિડ વાયરસની ઓળખ કરવામાં આવી હતી. ધીરે ધીરે આ વાયરસ આખા શહેરમાં, પછી સમગ્ર ચીન દેશ અને ત્યાર બાદ દુનિયાભરમાં ફેલાઈ ગયો. કોરોનાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી. પ્રોમેડ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે ચેપી રોગ પર સતત નજર રાખે છે. આ સંસ્થાનું મુખ્ય મથક બોસ્ટન, યુએસએમાં છે. પરંતુ પ્રોમેડ સંસ્થાએ સૌપ્રથમ વિશ્વને કોરોના વાયરસની ગંભીરતા બાબતે માહિતી આપી હતી.પ્રોમેડ સંસ્થા એ શરૂઆતમાં કોરોના વાયરસને રહસ્યમય ન્યુમોનિયા ગણાવ્યો હતો. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, સંસ્થાએ ચીનના વુહાનમાંથી ઉદભવેલા “રહસ્યમય ન્યુમોનિયા” ના ફાટી નીકળવાની ચેતવણી આપી હતી.

આ પ્રારંભિક ચેતવણીએ કોરોના રોગચાળા સામે વૈશ્વિક પ્રતિસાદ શરૂ કરવામાં મદદ કરી. ભેદી અને રહસ્યમય ન્યુમોનિયાના અજ્ઞાત વાયરસનું નામ કોવિડ-૧૯ રાખવામાં આવ્યું હતું. આ પછી વૈશ્વિક મીડિયાએ કોવિડ-૧૯ વાયરસને લઈને લોકોની જાણકારીઅર્થે કવરેજ શરૂ કર્યું. જેમાં એવુ બહાર આવ્યું કે, ચીનમાં હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. ૧૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાયરસને મહામારોનો રોગચાળો જાહેર કર્યો અને ત્યાં સુધીમાં કોવિડ-૧૯ વાયરસ ૨૧૨ દેશોમાં ફેલાઈ ગયો હતો. વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ-૧૯નો વાયરસથી માત્ર ત્રણ મહિનામાં ૩૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.પ્રોમેડ એ ઉત્તર ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં વધુ એક ભેદી અને રહસ્યમય ન્યુમોનિયા જાહેર કર્યો છે. સંસ્થાએ જાહેર કરાયેલ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે,

“ન્યુમોનિયા ફાટી નીકળવાની સાથે, બેઇજિંગ, લિયાઓનિંગ અને અન્ય પ્રાંતોમાં બાળકોની હોસ્પિટલોમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બાળકોના માતા પિતા અને પરિવારજનો ભયભીત છે. તેઓ વહીવટીતંત્રને પૂછી રહ્યા છે કે શું કોઈ નવા અને ભેદી રોગચાળાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોમેડના અહેવાલ અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે મોટી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં ન તો ઉધરસની કોઈ ફરિયાદ છે કે ન કોઈ લક્ષણો, આમ છતા બાળકોમાં તાવ જાેવા મળે છે અને શ્વાસ લેવામાં પણ બાળકોને તકલીફ થઈ રહી છે.

Follow Me:

Related Posts