સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકતાં ડુંગળી પકવતાં ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક પલળી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વર્ષે ડુંગળીના ભાવ સારા હતાં એટલે ડુંગળી વાવતા ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ અચાનક માવઠાંના વરસાદે ખેતરમાં પડેલાં ડુંગળીના પાકને પલાળી દેતાં ખેડૂતો પણ ખૂબ દુખી થતાં જોવા મળેલ. આમ ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક વરસાદની કમી તો કોઈ સમયે વાવાઝોડાં તો વળી કમોસમી વરસાદને કારણે ખેતી પર નભતા ખેડૂતોની આર્થિક હાલત કફોડી બને છે. જો કે બદલતાં પર્યાવરણીય માહોલમાં હવે કમોસમી વરસાદ પડવાની ઘટનાઓનું પ્રમાણ પણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ સંદર્ભે સૌ સાથે મળીને આ બદલતાં પર્યાવરણીય ફેરફારને નિયંત્રિત કરવા માટે કોઈ ઠોસ અભિગમ અપનાવવાનો સમય પણ આવી ગયો છે. આ માટે પણ જનજાગૃતિ અભિયાન પણ જરૂરી છે.
સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડુંગળી પકવતા ખેડૂતોને આ કમોસમી વરસાદે રાતા પાણીએ રોવડાવ્યાં.

Recent Comments