fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘એનિમલ’ના રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગથી કમાણી શરુ થઇ

એનિમલ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલ્યું છે અને લોકો આ ફિલ્મ જાેવા માટે ખૂબ જ ઉત્સુક જણાય છે. તેના ટીઝર અને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલના પાત્રોને પડદા પર જાેવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક લાગે છે. તેની અસર એડવાન્સ બુકિંગમાં પણ જાેવા મળી રહી છે.હવે આ ફિલ્મના એડવાન્સ બુકિંગના પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.. આજે જાે કોઈ મોટી ફિલ્મ રીલિઝ થવા જઈ રહી હોય તો તેની ધમાલ થોડા દિવસ પહેલાથી જ બોક્સ ઓફિસ પર દેખાવા લાગે છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં પણ કંઈક આવું જ જાેવા મળી રહ્યું છે. તેની ફિલ્મના ટ્રેલરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જાેરદાર ચાલી રહ્યું છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો રણબીર કપૂરની ફિલ્મે પહેલા દિવસે ૩.૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.. રણબીર કપૂરની ફિલ્મના આ નવીનતમ એડવાન્સ બુકિંગ આંકડા હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓ માટે છે. આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરશે તેવી આશા છે. રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોએ સારી કમાણી કરી છે. આવી સ્થિતિમાં તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડનો આંકડો પાર કરે છે કે નહીં તે જાેવું રહ્યું.. ફિલ્મની વાત કરીએ તો રણબીર કપૂર અને રશ્મિકા મંડન્નાની જાેડી પહેલીવાર સાથે જાેવા મળશે. ચાહકોના મનમાં એક સવાલ પણ છે કે ફિલ્મમાં રશ્મિકાની ભૂમિકા કેટલી મોટી હશે. કારણ કે ટ્રેલરમાં તેના પાત્રની લંબાઈ વધારે નથી. બોબી દેઓલે ટ્રેલરમાં ૧૦-૧૧ સેકન્ડના દેખાવમાં આતંક ફેલાવ્યો છે.

Follow Me:

Related Posts