ગુજરાત

ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજામાં ભંગ પડ્યો

આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગીરસોમનાથમાં માવઠાએ કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા બગાડી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા મેળાની મજામાં ભંગ પડ્યો છે. ભારે પવનના કારણે મેળામાં મોટાભાગમાં સ્ટોલને ભારે નુકસાન થયું છે. ત્રિવેણી સંગમ નજીક હસ્તકલાની દૂકાનનો ડોમ વેરવિખેર થયો જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે સોમનાથના સુખ સાગર સર્કલ પાસે ટ્રાફિક જામના દૃશ્યો જાેવા મળ્યા હતા. કાર્તિક પૂર્ણિમા મેળામાં આવેલ લોકોએ વરસાદ પડતા પલાયન કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે અડધો કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. પ્રભાસ પાટણ પોલીસે જહેમત ઊઠાવી આ ટ્રાફિક જામને દૂર કર્યો હતો.

Related Posts