સાવરકુંડલા શહેરમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
જો કે મોટાભાગની શાળાઓમાં આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી. વેકેશનની આળસ ખંખેરી શૈક્ષણિક કાર્યના શ્રીગણેશ થયા. આજથી દિવાળી વેકેશનની મજા પૂરી.. આજથી નવાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ.. પ્રારંભ કાળે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી.. આમ હવે વેકેશન મૂડને શેક્ષણિક અભ્યાસાભિમુખ કરવા માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થયો.
જો કે મોટા ભાગના બાળકો હજુ પણ હોલીડે મુડમાં હોય આજરોજ તો મોટા ભાગની શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પણ પોતાના અભ્યાસને લગતા પુસ્તકો નોટબુક આદિ શૈક્ષણિક સામગ્રી સાથે સુમેળ બેસાડતાં હજુ બેચાર દિવસો તો જરૂર લાગશે. જો કે પાંખી હાજરી વચ્ચે પણ શૈક્ષણિક સ્ટાફે તો આજથી જ શાળામાં હાજર રહી પોતાની ડ્યુટી પર હાજર જોવા મળેલ. લગભગ સોમવારથી શાળાઓ વિદ્યાર્થીઓથી સંપૂર્ણરીતે ધમધમતી થઈ જશે એવુ પૂર્વાનુમાન છે. જો કે બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે તો દરેક ક્ષણ કિંમતી હોય અભ્યાસ કાર્ય માટે સજજ હોય છે. છેલ્લા ઘણા સમયથી શાળાના બંધ ઓરડાઓ આજે ફરીથી વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠ્યા..
Recent Comments