ટામેટા, ડુંગળી બાદ હવે લસણના ભાવ વધતા દેકારોભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇલસણનો ભાવ હાલ ૪૦૦ રુપિયાથી વધુ કિલોએ પહોંચ્યો
શિયાળો આવતા જ ગુજરાતીઓ ગરમ ગરમ કાઠિયાવાડી ખાવા સાથે લસણની ચટણીનો સ્વાદ માણતા હોય છે. જાે કે હાલમાં વધતા જઇ રહેલા લસણના ભાવ લસણની ચટણીનો ચટાકો લેનારા લોકોનો સ્વાદ ફીકો પાડી શકે છે.લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ટામેટાના ભાવ માંડ ગગડ્યા હતા, ત્યાં ડુંગળીના ભાવ ઉચકાયા, હવે સુકા લસણનો ભાવ અધધ વધી ગયો છે.ભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇ છે.
ગુજરાતમાં મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર દિવસે દિવસે વધતો જ જઇ રહ્યો છે. ટામેટા, ડુંગળી બાદ હવે લસણના વધતા ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. લસણના રિટેઇલ ભાવની વાત કરીએ તો હાલ ૪૦૦ રુપિયાથી વધુ કિલો લસણનો ભાવ પહોંચ્યો છે. જેના કારણે લોકો શિયાળામાં જે છુટથી લસણની ખરીદી કરતા હતા, તે ટાળી રહ્યા છે. હજુ પણ લસણના ભાવમાં વધારો થવાની સંભાવના જાેવાઇ રહી છે.બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા છે. એક મણ લસણના ૨૫૦૦થી લઇ ૩૫૦૦ રુપિયા સુધી ભાવ પહોંચ્યા છે. છેલ્લા આઠ દિવસમાં લસણના ભાવમાં ૫૦૦ થી ૭૦૦ રુપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને લસણના ભાવ નહોતા મળતા. ખેડૂતોને ઓછા ભાવે લસણ વેચવાની ફરજ પડતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને એક મણના માત્ર ૨૫૦થી ૩૦૦ રુપિયા મળતા હતા.
Recent Comments