fbpx
અમરેલી

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના ગર્લ્સ અને બોયઝ ની ટીમ રાજ્યકક્ષાએ અવ્વલ આવીને

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના ગર્લ્સ અને બોયઝ ની ટીમ રાજ્યકક્ષાએ અવ્વલ આવીને પંજાબ ખાતે આયોજિત 36 મી નેશનલ બેજઝબોલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બદલ ગુજરાત બેઝબોલ એસોસિએશન ના ચેરમેન અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા ના સત્વ અટલધારા કાર્યાલય ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સાથે પરામર્શ ગોષ્ઠી કરી હતી

ને સંપૂર્ણ માર્ગદર્શન સાથે વિદ્યાર્થી કાળમાં ખેલ મહાકુંભ જેવા રમતોત્સવ થકી બાળકોની પ્રતિભાઓ બહાર આવે તેવા કૌશલ્યને ચાર ચાંદ લગાવનારા બાળ પ્રતિભા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ગુજરાત રાજ્ય માંથી કાઠું કાઢીને દેશ લેવલે સિદ્ધિ હાંસિલ કરો તેવી શુભકામનાઓ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ શ્રી સ્વામિનારાયણ સંચાલક મંડળ અને વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવીને શુભકામના પાઠવેલ હતી ને દેશ લેવલે સાવરકુંડલા શહેરનું નામ રોશન કરો તેવી અભિલાષાઓ વ્યક્ત કરી હતી તેમ જે.પી. હિરપરા સત્વ અટલધારા કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts