fbpx
અમરેલી

પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને આર્યુવેદિક સિરપના નામે નશાયુકત પીણાની બોટલોનું વેચાણ કરતા પકડી પાડતી અમરેલી એલ.સી.બી. તથા પીપાવાવ મરીન પો.સ્ટે. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં આર્યુવેદિક સિરપના નામે નશાયુકત પીણાની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નશાયુકત પદાર્થો/પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ખાસ ડ્રાઇવ અન્વયે અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા.૦૧/૧૨/૨૦૨૩ નાં રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન એલ.સી.બી. ટીમ તેમજ પીપાવાવ મરીન પો.સ્ટે. ટીમને બાતમી રાહે હકિકત મળેલ કે, ચાંચ ગામે, બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ સિરપના નામે નશાયુકત પીણાનું વેચાણ કરે છે, જે હકિકત આધારે સંયુકત રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપી, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહીબીશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો રજી. કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમની વિગતઃ-

વિષ્ણુ દેવજીભાઈ ચૌહાણ, ઉ.વ.૩૬, રહે.ચાંચબંદર, તા.રાજુલા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ:-

(৭) SUNNINDRRA ARYURVEDIC PROPRIETARY MEDICINE 400 ML Manufactured By, AMB PHARMA जनापटनी contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૬ જેની કિ.રૂ.૯૦૦/-

(2) AQUA LAVANDER 100 ML Manufactured By, AZAD MKTG जनापटनी contains alcohol 72.0% v/v લખેલ કુલ બોટલ નંગ- ૯૭ જેની કિ.રૂ.૬,૭૯૦/-મળી કુલ બોટલ નંગ ૧૦૩ કુલ કિ.રૂ.૭,૬૯૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા, તથા હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા તેમજ પીપાવાવ મરીન પો.સ્ટે. ના હેડ કોન્સ. વિક્રમભાઈ ડાભી, પો.કોન્સ. અજયભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts