ઇઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા કર્યાગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી ૧૭૮થી વધુ પેલેસ્ટાઈનના મોત, ૫૮૯ ઘાયલ
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં ૧૭૮થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ કરવા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ૨૪ કલાકથી ઓછા સમયમાં ૧૭૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૫૮૯ ઘાયલ થયા છે.. ઈઝરાયેલે શુક્રવારે ગાઝા પર ઝડપી હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝાના કેટલાક વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી આપી છે.
આ માટે તેણે આકાશમાંથી જ પોસ્ટર ફેક્યા હતા. વાસ્તવમાં ઈઝરાયલે પહેલા જ કહ્યું હતું કે યુદ્ધવિરામ પછી પણ યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૨૪ નવેમ્બરથી ચાર દિવસ માટે યુદ્ધવિરામ હતો. બાદમાં તેને વધુ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.. આ સમય દરમિયાન હમાસે ઈઝરાયેલના બંધકોને પણ મુક્ત કર્યા અને ઈઝરાયેલે પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કર્યા. આ યુદ્ધવિરામ દરમિયાન હમાસે ૭૦થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા. જેમાં મહિલાઓ, બાળકો અને વિદેશી નાગરિકો પણ સામેલ છે.
બીજી તરફ બંધકોની મુક્તિના બદલામાં ઈઝરાયેલે પણ ૧૬૦થી વધુ કેદીઓને મુક્ત કર્યા હતા. બુધવારે, યુદ્ધવિરામના છેલ્લા દિવસે, હમાસે ૧૬ બંધકોને મુક્ત કર્યા હતા.. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું હતું. આ દિવસે, વહેલી સવારે, હમાલના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ પર ૫૦૦૦થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન હમાસે લગભગ ૨૪૦ લોકોને બંધક પણ બનાવ્યા હતા. આ હુમલામાં ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને આ આકડો હજી વધી જ રહ્યો છે.
Recent Comments