ગુજરાત

ઉપલેટાનાં લાઠ ગામે પિતાએ જ સગી દીકરી પર ૭ મહિના સુધી દુષ્કર્મ આચર્યુંપોલીસે ગણતરીનાં કલાકોમાં જ નરાધમ બાપની ધરપકડ કરી જેલ હવાલે કર્યો

આજના માનવો સંબંધોની મર્યાદા ભૂલ્યા છે. કોણ પિતા, કોણ પુત્ર, કોણ માતા એ બધુ ભૂલાયું છે. સંબંધોની જાહેરમાં હોળી થઈ રહી છે. જેનો ભોગ નાના બાળકો બની રહ્યાં છે. પરિવારમાં મોટેરા જ નાના ભૂલકાઓ પર નજર બગાડી રહ્યાં છે. જ્યારે પિતા જ હવસનો શિકારી બની જાય, તો દીકરી કોને કહે. ઉપલેટામાં પિતા-પુત્રીના સબંધ ઉપર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ઉપલેટાના લાઠ ગામે હેવાન પિતાએ ૬ મહિના સુધી સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું.

પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના ઉપલેટાના લાઠ ગામનો આ કિસ્સો છે. જેમાં પિતાએ ૧૭ વર્ષીય સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું. સતત ૭ મહિનાથી પિતાએ દીકરી સાથે ગંદો ખેલ ખેલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તો બીજી તરફ, પિતાની બીકને કારણે દીકરી પણ કોઈને કંઈ કહી શક્તી ન હતી. પણ પરદાદીએ ભાંડો ફોડ્યો હતો. ૬૫ વર્ષીય પર દાદીની ફરિયાદ પર ડ્ઢરૂજીઁ રોહિત ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ૩૭૬ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો. જેના બાદ નરાધમ બાપની અટકાયત કરાઈ છે. સમગ્ર કિસ્સો એમ હતો કે, ઉપલેટાના લાઠ ગામે એક દંપતી દીકરી સાથે રહેતુ હતું.

પંરતુ થોડા સમય બાદ પત્નીનું નિધન થયું હતું. જેના બાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ શખ્સના ઘરમાં બે દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ કોઈ કારણોસર બીજી પત્ની બે દીકરીઓને લઈને ઘર છોડીને જતી રહી હતી. આ બાદ આરોપીએ પોતાની સગીર દીકરી પર દાનત બગાડી હતી. તેણે સાત મહિના પહેલા સગીર દીકરી ઘરમાં એકલી હતી, તેનો લાભ લઈને તેની પર સૌથી પહેલા દુષ્કર્મ આચર્યુ હતું. આટલેથી પિતાની હવસ સંતોષાઈ ન હતી. પિતાએ સાત મહિનામાં અનેકવાર દીકરીનો દેહ ચૂંથ્યો. પરંતુ એક દિવસ સગીરાની પરદાદી તેના ઘરે અચાનક આવી ચઢ્યા હતા. જેઓ આરોપીને કઢંગી હાલતમાં જાેઈ ગયા હતા. આ બાદ પરદાદીએ પિતાનો ભાંડો ફોડ્યો હતો. આરોપીએ આ મુદ્દે વૃદ્ધા સાથે ઝગડો પણ કર્યો હતો. બાદમાં દાદી સગીરાને લઈ પાટણવાવ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સગીરાઓ પોલીસને સમગ્ર વિગત જણાવતો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પાટણવાવ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

Related Posts