fbpx
અમરેલી

સાવરકુંડલા ના એક એવા ગાયનેક લેડી ડોક્ટર ની વિદાય કે જેમણે૭૫ વર્ષની મેડિકલ પ્રેક્ટિસમાં સિઝેરિયન દ્વારા એક પણ ડિલિવરી થવા દીધી નથી.

સાવરકુંડલાની ઈશ્વરનિર્મિત ડોક્ટર બેલડી ખંડિત થઈ સારાએ સૌરાષ્ટ્ર અને એમાંય ખાસ કરીને બાબરીયાવાડ નો આખો દરિયા કિનારો સાથો સાથ જાફરાબાદ ખારવા વિસ્તારમાં એક પણ ગામ એવું નહીં હોય કે જે ડોક્ટર વોરા દંપતીને ઓળખતું ન હોય. આજીવન પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારો નું જીવન જીવીને સંપૂર્ણ સમર્પિત આ ડોક્ટર બેલડીમાંથી ડોક્ટર ઉષાકાન્ત વોરા ના ધર્મપત્ની ડોક્ટર હીરાબેન વોરાએ ૯૫ વર્ષની વયે કાયમી વિદાય લઈ લેતા આજે ૭૫ વર્ષની દાંપત્યજીવનની યાત્રાનો નો કુદરતી અંત આવી ગયો છે.

આજથી ૭૫ વર્ષ પહેલાં રૂઢિચુસ્ત જમાનામાં તેઓએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.  ડોક્ટર હીરાબેન વોરાને મેડિકલ અભ્યાસ પૂર્ણ થયા બાદ કોઈ પરિચિત સાવરકુંડલા તેડી લાવ્યા અને કુંડલા વિભાગમાં નાની એવી રૂમમાં ગાયનેક પ્રેક્ટિસ ચાલુ કરી થોડા સમયમાં ડોક્ટર ઉષાકાન્ત વોરા પણ કુંડલા આવી પહોંચ્યા અને ધીમે ધીમે આ દંપતીની સુવાસ સારા એ વિસ્તારમાં ફેલાવા લાગી. એ જમાના ની વાત કરતા કરતા ડોક્ટર ઉષાકાન્ત વોરા જણાવે છે કે ગામડાઓમાં અડધી રાત્રે ગરીબ ઘરમાં ડિલિવરી કેસ આવે ત્યારે અમે બંને જતા અને ત્યાં એક બે કે પાંચ કલાક તો ક્યારેક આખી રાત પેશન્ટ પાસે બેસી રહીને નોર્મલ ડિલિવરી કર્યા વગર ઉઠીએ જ નહીં.

આટલો સમય નહીં ચા કે નહીં પાણી કશું જ લેવાનું નહીં અને આટલા કલાકની મહેનત પછી ફી આપવાની વાત આવે ત્યારે સામેના ઘરની પરિસ્થિતિ જોઈ ફીને બદલે નવજાત બાળક અને માતાને ઈશ્વર ભલું કરે સાજા નરવા રાખે એટલું કહીને એક પણ રૂપિયો લીધા વગર નીકળી જવાનું. અમે બંને અમારું આખું જીવન પૂજ્ય પાંડુરંગ દાદા પ્રેરિત સ્વાધ્યાય પરિવારમય થઈને જ જીવી ગયા છીએ. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર હીરાબેન વોરા સાવ પથારીવશ હતા ત્યારે ડો.ઉષાકાન્ત વોરા કે જે પોતે પણ ૯૫ વર્ષના છે તેમણે એક પણ ક્ષણ એકલા રહેવા દીધા નથી. સલામ છે આ ડોક્ટર દંપતીને…

Follow Me:

Related Posts