fbpx
અમરેલી

ડુંગળી તો મોંધી થઈ સાથો સાથ લસણના ભાવ પણ આસમાનને પહોંચેલા જોવ મળે છે. 

એક તો શિયાળાની ઋતુ અને એમાં ઉંધીયું  ઓળાની સીઝન જામતા લસણની જરૂરિયાત પણ વધે. એવી વેળાએ લસણના ભાવ ૪૦૦ પ્રતિ કિલોને પાર જતાં લોકો પરેશાન. આમ ગણીએ તો ખાસકરીને કાઠિયાવાડી ભોજનને   સ્વાદિષ્ટ અને મસાલેદાર બનાવવામાં લસણની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને એમાં પણ આ તો શિયાળાની ઋતું એટલે જેમ જેમ ઠંડી વધે તેમ તેમ રીંગણાનો ઓળો અને ઉંધીયાનો ભોજનમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અરે ભરેલાં રીંગણામાં પણ લસણનો પ્રચુર માત્રામાં ઉપયોગ થતો હોય છે સાથે સાથે લસણની સ્વાદિષ્ટ ચટણીનો પણ આ શિયાળામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે.

એવી વેળાએ લસણના ભાવમાં તોતિંગ ઉછાળો આવતાં ગૃહિણીઓ પણ પરેશાન જોવા મળે છે. વળી લસણની કળીઓને ઘીમાં સાંતળીને તેનો ઉપયોગ કરવાથી હ્રદય માટે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. શિયાળાની ઋતુમાં ચોમેર લીલા શાકભાજીનું ઉંંધીયુ તેમજ કાઠીયાવાડી જમણ ઓળા રોટલાની સીઝન પુરબહારમાં જામે  ત્યારે લસણની માંગમાં પણ પ્રચુર માત્રામાં વધારો થતો જોવા મળે છે. સાવરકુંડલા શહેરની શાકમાર્કેટમાં હાલ લસણ રૂા ૩૫૦ થઈ ૪૦૦ ના કિલો બોલાય રહ્યાં છે. ગત વર્ષે ગોંડલ, સહિતના સ્થળોએ લસણનું વાવેતર પ્રમાણમાં ઓછુ થયું હતુ. તેથી ગત પહેલા નોરતાથી જ લસણનો સ્ટોક ઘટી રહ્યો છે.

હવે આગામી તા.૧૫ ફેબ્રુઆરી બાદ જ નવુ લસણ બજારમાં આવશે તેથી ત્યાં સુધી લસણના ભાવ ઘટવાની જરાપણ શકયતા નથી તેમ જણાવી લસણના  વિક્રેતાએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, હવે સંગ્રહાયેલ લસણનો જથ્થો ઘટશે તો હાલના લસણના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી આશંકા સેવાઈ રહી છે . કદાચ પાંચસો સુધી ભાવ પહોંચી જાય તો નવાઈ નહી. દર વર્ષે શિયાળામાં ઓળા રોટલાની સીઝન તેમજ લીલાછમ્મ શાકભાજીની આવક વધતા ઉંધીયાનો વપરાશ વધે છે એટલુ જ નહિ પરંતુ લગ્નસરાની સીઝન જામતા લસણ અને ડુંગળીનો વપરાશ વધે છે. એટલે આ ડિસેમ્બર મહિનામાં પણ લોકોએ લસણના ઉંચા ભાવ ચૂકવવા તૈયાર રહેવુ પડશે ત્યારબાદ ગોંડલ ઉપરાંત અન્ય રાજયોમાંથી નવી આવક ઉત્તરોત્તર વધતા લસણના ભાવમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના રહે છે.

Follow Me:

Related Posts