અમદાવાદમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મપોલીસે આરોપી સહિત ૪ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતિ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરેશ પટેલ નામના આરોપીએ યુવતિને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અને પીડિતા વર્ષ ૨૦૧૯થી ફેસબુક માધ્યમથી બન્ને સંપર્કમા આવ્યા હતા. સગાઈની વિધિ કરી આરોપી પરેશ પટેલે યુવતિને રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મમાં મદદ કરનારા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસે આરોપી પરેશ પટેલ, દિનેશ પટેલ, કંચન પટેલ અને કપિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments