શિહોરના નાના સુરખા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર કરાયું સ્વાગત
શિહોર તાલુકાના નાના સુરખા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી.આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સૌ સંકલ્પબદ્ધ થયાં હતાં.આ પ્રસંગે અગ્રણીશ્રીઓ, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments