fbpx
બોલિવૂડ

આદિત્ય ચોપરાએ વૉર ૨માં સલમાન અને શાહરૂખનો કેમિયો પડતો મૂકવાનો ર્નિણય લીધો

યશરાજ ફિલ્મ્સે સ્પાય યુનિવર્સનો વિસ્તાર વધારવા જાેર લગાવ્યું છે. ૨૦૨૩ના વર્ષમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને સલમાન-કેટરિનાની ‘ટાઈગર ૩’ બ્લોકબસ્ટર રહી હતી. ‘પઠાણ’માં ટાઈગરના રોલમાં સલમાનનો કેમિયો જાેવા મળ્યો હતો. ઓડિયન્સને બે સુપરસ્ટારને સાથે જાેવાની મજા આવી હતી. જાે કે ટાઈગર ૩માં આ નુસખો ફરી અજમાવવામાં આવ્યો હતો. બીજી વખતના અખતરામાં ઓડિયન્સને સરપ્રાઈઝ જેવું લાગ્યું નહીં અને મિક્સ રીએક્શન આવ્યા. જેના પગલે પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ વૉર ૨માં સલમાન અને શાહરૂખનો કેમિયો પડતો મૂકવાનો ર્નિણય લીધો છે. ‘પઠાણ’માં શાહરૂખ ખાન માટે કટોકટીનો સમય હતો ત્યારે ટાઈગર મદદ માટે પહોંચી ગયો હતો. તે સમયે કબીર એટલે કે રિતિકનો ઉલ્લેખ થયો હતો.. ટાઈગર ૩માં પઠાણનો કેમિયો બતાવીને હિસાબ સરભર થયો હતો. સ્પાય યુનિવર્સમાં ક્રોસઓવરની આ ટેકનિકને આગામી ફિલ્મોમાં પણ ચાલુ રાખવાનો આદિત્ય ચોપરાનો વિચાર હતો. વૉર ૨માં રિતિક રોશનની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં છે, જ્યારે વિલન તરીકે જુનિયર એનટીઆર જાેવા મળશે.

રિપોર્ટ્‌સ મુજબ, આદિત્ય ચોપરા દરેક ફિલ્મ બાદ ઓડિયન્સના ફિડબેક સાંભળે છે અને તેને ગંભીરતાથી વિચારે છે. ટાઈગર ૩માં પઠાણનો કેમિયો ઓડિયન્સને ખાસ પ્રભાવિત કરી શક્યો ન હતો. વળી, તેના કારણે ફિલ્મમાં પણ મોટી સરપ્રાઈઝ આવી ન હતી. ફિલ્મને હિટ બનાવવાના ગતકડાં તરીકે કેમિયોનો ઉપયોગ થયો હોવાની છાપ ઊભી થઈ હતી.. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આદિત્ય ચોપરાને આ પ્રકારના ફિડબેક મળ્યા હતા. વૉર ૨નું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે ત્યારે તેમણે ક્રોસઓવર અંગે ફરી વિચાર કર્યો હતો. સ્ક્રિનપ્લેમાં અનિવાર્ય હોય તો જ કેમિયો રાખવાનું તેમને યોગ્ય લાગ્યુ હતું. વૉર ૨માં સલમાન અને શાહરૂખની મદદ લેવાના બદલે પ્રોડ્યુસરે રિતિક રોશન અને જુનિયર એનટીઆર પર ફોકસ કરવાનો ર્નિણય લીધો છે. એક્શન ફિલ્મને કોઈ ગતકડાં કે અખતરાની મદદથી હિટ બનાવવાના બદલે સ્ટોરીના દમ પર આગળ વધારવાની સલાહ તેમના ગળે ઉતર્યું છે. વૉર ૨નું ડાયરેક્શન અયાન મુખરજી કરી રહ્યા છે. અગાઉ તેઓ બ્રહ્માસ્ત્ર જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે. ફિલ્મને ૨૦૨૫ના વર્ષે સ્વતંત્રતા દિવસ પર રિલીઝ કરવાનો પ્લાન છે.

Follow Me:

Related Posts