ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ – વિંછીયા પંથકમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. તો વિંછીયાના પાટીયાળી ગામે ર્જીંય્ અને જસદણ પોલીસના દરોડા પાડ્યા હતા. જેમાં ગાંજાના છોડ પકડાયા છે.જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ ૨૦૦ કિલો ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. તો ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. તેમજ ર્જીંય્ અને જસદણ પોલીસે ગાંજાનું વાવેતર કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments