રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ માટે દેશભરમાંથી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. મહત્વનુ છે કે બુધવારે આપવામાં આવેલી માહિતી અનુસાર આ યાદીમાં ૩ હજાર ફફૈંઁ સહિત કુલ ૭ હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને દેવી સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાના નામ પણ આ યાદીમાં સામેલ છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં કંગના રનૌતની કોઈ સ્થાન નથી. આગામી ૨૨ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.. હવે ટ્રસ્ટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત લગભગ સાત હજાર લોકોને આમંત્રણ મોકલ્યા છે. મનોરંજન જગત સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ પણ જાેડાશે. જેમાં વાત કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અમિતાભ બચ્ચન, રામાયણની રામ-સીતા એટલે કે દીપિકા ચિખલિયા, અરુણ ગોવિલ, અક્ષય કુમાર, આશા ભોંસલેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સમય અને તારીખની વાત કરવામાં આવે તો નવા રામ મંદિરનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જે આ સમગ્ર કાર્યક્રમનો સમય સવારે ૧૧ વાગ્યાનો હોવાનું સામે આવ્યું છે.. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ લગભગ ૩ કલાક સુધી ચાલશે. આ યાદીમાં ૩,૦૦૦ ફફૈંઁ સહિત ૭,૦૦૦ લોકોના નામ સામેલ છે. આ ઉપરાંત ૧૯૯૨માં માર્યા ગયેલા કાર સેવકોના પરિવારજનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના વડા મોહન ભાગવત, યોગ ગુરુ રામ દેવ, ઉદ્યોગપતિ રતન ટાટા, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ ભાગ લેવાના છે.


















Recent Comments