સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ સ્થાપિત કરનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે નિશુલ્ક એક્યુપ્રેશર કેમ્પ યોજાયો છે.

કુછ દર્દ ઐસે હોતે હૈ. જો મિટકર ભી નહીં મિટતેં. આઁસાન હોતા દર્દ કો ભગાના અગર હમ ઈનકી નસ નસ સે વાકિફ હોતે. –“પાંધી સર”સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ પ્રસ્થાપિત કરનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ મુંબઈના સંયુક્ત ઉપક્રમે એક્યુપ્રેશર દ્વારા નિશુલ્ક સારવાર તથા પ્રશિક્ષણ શિબિરનું આયોજન તારીખ ૯ થી ૧૪ ડિસેમ્બર સુધી છ દિવસ સુધી યોજવામાં આવી રહી છે આ શિબિરનું સંચાલન શ્રી નવનીતભાઈ શાહ (ગુરૂજી) તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ ગણીએ તો આજની ખાનપાન આહાર વિહાર જીવનશૈલીએ અમુક દર્દોને સ્વેચ્છાએ નિમંત્રણ આપેલ હોય છે. ખાસકરીને અમુક હઠીલા દર્દોની સારવાર પણ ખર્ચાળ અને લાંબી હોય છે.
જો આપણે એક્યુપ્રેશર ટેકનીક સમજીને તેનો યોગ્ય પ્રયોગ કરીએ તો અમુક જટીલ દર્દોનો ઈલાજ વિનામૂલ્યે શક્ય છે. આ માટેનું પ્રશિક્ષણ લેવા માટે આવા શિબિરનો લાભ લેવો જોઈએ. વળી અહીં સાવરકુંડલાના સદ્ભાગ્ય કહેવાય કે અહીં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આ કેમ્પમાં એક્યુપ્રેશર સારવાર અને પ્રશિક્ષણ શિબિરનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સામેલ થવા માટે ગીતાબેન જોષી અને જયેશભાઈ કાણકીયાનો સંપર્ક કરવા જણાવાયું હતું. સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સમય દરમિયાન આ શિબિરમાં સામેલ થઈને લાભ લઈ શકાય છે. જો કે આજે તો તારીખ ૧૦ છે એટલે બે દિવસ પસાર થવામાં છે.
આ કેમ્પનો લાભ તો લેવા જેવો તો ખરો. આમ ગણીએ તો એક્યુપ્રેશર એ નસનાડીનું વિજ્ઞાન જ ગણાય. જ્યારે પણ નસનાડીમાં અવરોધ ઉભો થાય ત્યારે દર્દો જોર કરી જાય. આ માટે એ નસનાડીના પ્રેશર પોઈન્ટને જાણતાં હોઇએ તો તેના પર પ્રેશર આપી એ અવરોધ દૂર કરી શકાય એવી સાદી સમજણનું પ્રશિક્ષણ હોય તો ઘણાં હઠીલા દર્દોની સારવાર થઈ શકે ખરી.
Recent Comments