સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલે પોલીસને ચંદીગઢથી ત્રણ આરોપીની ધરપકડ કરીસુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં ૩ આરોપીમાં ૨ શુટરો પણ સામેલ

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, તેણે ચંદીગઢમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસના મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજીનો સમાવેશ થાય છે. આરોપીઓને ચંદીગઢથી દિલ્હી લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે રાત્રે આરોપીઓની પૂછપરછ કરી હતી અને આજે પણ તેમની પૂછપરછ ચાલુ રહેશે..
ધરપકડ કરાયેલા ત્રણ પૈકી ત્રીજા આરોપીનું નામ ઉધમ છે. આ હત્યામાં તેની કોઈ ભૂમિકા હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલા શનિવારે જયપુર પોલીસે રામવીરની ધરપકડ કરી હતી. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. કહેવાય છે કે રામવીર શૂટર નીતિન ફૌજીનો મિત્ર છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જયપુરમાં મંગળવારે ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી છે. હુમલાખોરોએ સુખદેવ સિંહના ઘરમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો..
પોલીસે જણાવ્યું કે હત્યા બાદ આરોપીઓએ પોતાના હથિયારો છુપાવી દીધા અને રાજસ્થાનથી હિસાર (હરિયાણા) પહોંચ્યા. પછી તે મનાલી ગયા હતા. આ પછી તે ચંદીગઢ પાછો ફર્યો, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓને તેમના મોબાઈલ ફોન લોકેશન ટ્રેક કરીને શોધી કાઢવામાં આવ્યા હતા.. ત્રણ શૂટર સુખદેવ સિંહને મારવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ શૂટર્સમાંથી એકનું નામ નવીન શેખાવત છે. એવું કહેવાય છે કે ક્રોસ ફાયરિંગમાં તેનું મોત થયું હતું.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ ગોગામેડીની હત્યા ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે બે લોકો ગોગામેડી પર ફાયરિંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ દરવાજા પર ઉભો છે. ગોળી માર્યા બાદ ગોગામેડી જમીન પર પડી જાય છે. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Recent Comments