fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનાં સિનિયર સિટીઝન દ્વારા સંસદમાં જયા બચ્ચનજીએ ઉઠાવેલ વરિષ્ઠ નાગરિકોના લાભ અંગેના મુદ્દે પ્રચંડ સમર્થન ઘોષિત કરવામાં આવ્યું. 

કુછ ઉમ્ર કે લિહાઝ, કુછ દર્દ કે મારે હૈ, હૈ જિંદગી કી આખરી પાયદાન પર, ફિર ભી હમ ન બેચારે હૈ. કરવટ બદલ સકતે હૈ તખ્તનશીનોં કી, હૌંસલા બુલંદ ઐસા અભી ભી દિલમેં હમારે હૈં.

–“પાંધી સર”

આમ તો વરિષ્ઠ નાગરિક અર્થાત્ જીંદગીની ઢળતી સંધ્યાનો મુકામ.. કેટલાય સુખ દુખ અને સમસ્યાઓ સાથે ઝઝૂમીને એ અનુભવનું અનન્ય ભાથું પિરસતાં એ શ્વેત કેશકલાપ પણ ઘણું કહી જાય છે. હાલના સંજોગોમાં જ્યારે દેશમાં વિકાસની વાતો  જોરશોરથી ચાલી રહી હોય, બુલેટ ટ્રેન, ચંદ્રયાન, ડાયમંડ બુર્સ જેવા દેશની શાનમાં વધારો કરતા પ્રકલ્પોના અવનવા આયામો સિધ્ધ થઈ રહ્યા હોય ત્યારે એક વિકસિત રાષ્ટ્રની હોડમાં હરણફાળ ભરવાની જવાબદારી સ્વીકારી હોય ત્યારે દેશના સિનિયર સિટીઝન માટે પણ યુરોપ અને અમેરિકાની માફક કલ્યાણકારી યોજનાઓ અંગે ગહન ચિંતન કરી તેને કાર્યાન્વિત કરવી જોઈએ. ખાસકરીને વરિષ્ઠ નાગરિકો કે જેણે પોતાના જીવનના કાર્યકાળ દરમિયાન વિવિધ વેરા સ્વરૂપે પણ મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું યોગદાન આપેલુ હોય છે.

આજે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને પહેલા મળતાં વરિષ્ઠ નાગરિકોના લાભ પુનઃ પ્રાપ્ત થાય તે માટે સાંસદ જયા બચ્ચનજીએ ઉઠાવેલ પ્રશ્ર્નોનું સરકારશ્રી દ્વારા વહેલીમાં વહેલી તકે નિરાકરણ થાય તે અંગે સાવરકુંડલાના વરિષ્ઠ નાગરિકો આ માંગને ભરપૂર અનુમોદન આપે છે

હાલ બી.એસ.એન. એલ. ના નિવૃત કર્મચારી જયેશભાઈ જોષી, દીપકભાઈ દવે, હર્ષદભાઈ જોશી, જીણારામભાઈ દેસાણી, બાબુભાઈ ચાવડા, છેલભાઈ જોષી,રાજુભાઈ શીંગાળા, મહેન્દ્રભાઈ જોષી (અમરેલી) સમેત અનેક વરિષ્ઠ નાગરિકોનું આ સંદર્ભ જયા બચ્ચનજીની માંગને સંપૂર્ણ સમર્થન છે. આમ ગણો તો વરિષ્ઠ નાગરિકોની કુલ આબાદી લગભગ ૩૦ ટકાથી વધુ હોય છે. અર્થાત દેશની ૩૦ ટકા આબાદીને લગતી આ સમસ્યાનું નિરાકરણ સરકાર લાવે એ સમયની માંગ અને આવશ્યકતા પણ ગણાય. જિંદગીના પાછલા દિવસો કમસેકમ કમ ઓછા દુખ દર્દથી વ્યતિત થાય એવી વ્યવસ્થા નિર્માણ થાય એ જ એમને માટે તો રામરાજ્ય ગણાય.. પહેલા મળતાં ટ્રેન કે હવાઈ  મુસાફરી કરતી વખતે મળતાં પચાસ ટકા કન્સેશન ફરી વરિષ્ઠ નાગરિકો માટે અમલમાં આવે. અર્થાત એ લાભો પુનઃ કાર્યાન્વિત થાય એ દિશામાં સરકારશ્રી ગહન ચિંતન કરી વહેલીમાં વહેલી તકે અમલી કરવા જોઈએ એવું સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોની જાહેર માંગ છે.

Follow Me:

Related Posts