વાઇબ્રન્ટ અને ડિજીટલ ગુજરાતમાં અરજદાર પોતે ઘર બેઠા કોઇ પણ પ્રકારના પ્રમાણપત્ર જેમ કે, આવક, જાતી, નોનક્રિમીલેયર, ડોમીસાઇલ, EWS, બિનઅનામત વગેરે જેવા પ્રમાણપત્રો માટે ડિઝીટલ ગુજરાતની વેબસાઇટ પર ઘર બેઠા અરજી કરી શકે છે પરંતુ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઉપરોકત પૈકી દાખલાઓ મેળવવા માટે ઓનલાઇન ઓપ્શન ચાલુ ન હતા જેના અનુસંઘાને સાવરકુંડલા શહેર ભાજપા કોષાઘ્યક્ષ શ્રી જતીન મૈસુરીયાએ તા.૨૧-૦૭-૨૦૨૩ના રોજ તકનિકી મદદનીશ શ્રી એન.આઇ.સી ઓફીસ, કલેકટરશ્રીની કચેરી, અમરેલીને ઓનલાઇન ઓપ્શન ચાલુ કરાવવા માટે રજુઆત કરેલ અને તેમની નકલ સાંસદશ્રી, ઘારાસભ્યશ્રી તથા ડી.ડી.ઓશ્રી અને કલેકટરશ્રીને આપેલ જે રજુઆતના અનુસંઘાને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઇન ઓપ્શન ચાલુ થઇ ગયેલ છે. આ ઓનલાઇન ઓપ્શન ચાલુ થવાથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના લોકોને જાતીના દાખલા, નોનક્રિમિલેયર, આવકના દાખલા, EWS, બિનઅનામતના દાખલા કોઇ પણ ક્ષેત્રેથી જે સાવરકુંડલાના વતની છે અને બહાર સુરત, અમદાવાદ રહે છે તેઓ પોતે પોતાના મોબાઇલમાંથી ડીજીટલ ગુજરાતની વેબસાઇટ પરથી ફોર્મ ભરીને ઘર બેઠા દાખલા મેળવી શકશે.આ સાથે શ્રી જતીન મૈસુરીયાએ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અને ડાયનામીક ઘારાસભ્યશ્રી મહેશ કસવાલાનો તેમની રજુઆતને સફળતા અપાવવા માટે ગ્રામ્ય વિસ્તારના અરજદારો વતી ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
હવેથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં નોનક્રિમીલીયર, જાતીના દાખલા, આવકના દાખલા, EWS, બિનઅનામતના દાખલા મેળવવા ઓનલાઇન અરજી કરી શકાશે.. જતીન મૈસુરીયાની રજૂઆતને મળી સફળતા.

Recent Comments