ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગીરાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો
ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મુકતા ખેડૂતોમાં ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે. રાજકોટ અને ભાવનગરમાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી હાઈવે ચક્કાજામ કર્યો. ઋષિકેશ પટેલે કહ્યું કે ખેડૂતો રજૂઆત કરશે, તો આ મુદ્દે જરૂરથી વિચારીશું. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા વેપારી અને ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની નોબત આવી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી જાેવા મળી. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા હરાજી બંધ ક રાઈ. ગત ૧૦ તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. ૧૩ તારીખે રાત્રે આવક શરૂ કરી. આવક જાેઈએ તો ગત રાત્રીએ ૫૫થી ૬૦ હજાર કટ્ટાની આવક થઈ હતી. ૧૪ તારીખ રોજ સવારે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી. પરંતુગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ કર્યો.
ત્યારબાદ હાઈવે પર ચક્કજામ કર્યો. મહુવા ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. નિકાસબંધી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ નિકાસબંધીનાં વિરોધમાં ડુંગળી રોડ પર વેરી દીધી. મહુવા માર્કેટીંગયાર્ડમાંથી ખેડૂતો નેશનલ હાઇવે રોડ પર ઉતરી આવ્યા છે. ખેડૂતોએ રોડ ચક્કાજામ કરી સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. નિકાસ બંધ કરવામાં આવતા રાજ્યના ખેડૂતો હાલ આક્રમક મૂડમાં જાેવા મળી રહ્યા છે.
Recent Comments