fbpx
અમરેલી

પ્રતિબંધિત પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ન કરવાની ઝૂંબેશથી નાના વેપારીઓના વ્યવસાયને માઠી અસર. 

સમગ્ર દેશમાં અત્યારે પ્રતિબંધ પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ કે ઉત્પાદન પર તંત્ર દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવી રહેલ છે આમ તો આ ઝૂંબેશ શહેરોથી લઈ નાના તાલુકા સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેનો પ્રતિસાદ પણ મળતો જાય છે. . પરંતુ હાલ જોઈએ તો નાના વેપારીઓમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત સામગ્રીનું સરપ્રાઈઝ ચેકિંગ થાય છે અને દંડ વસુલવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ પ્રતિબંધિત સામગ્રીનું ક્યાંક ઉત્પાદન તો થતુ હશે ને? ખરેખર તો તેના મૂળ સુધી પહોંચવામાં આવે તો અને તો જ આ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત છે

તેનાથી મુક્તિ મળી શકે.  નહિતર બેચાર મહિના બંધ રહેશે અને પાછી પ્લાસ્ટિક પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ થવા લાગે પણ ખરો..!! પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ત્યાં પ્લાસ્ટિક રદ નથી થઈ રહ્યું ચા ના કપ પ્લાસ્ટિકની જગ્યાએ બદલી ગયા છે પણ ચા લઈ જવા માટે તો પ્લાસ્ટિકની કોથળીનો જ ઉપયોગ થઈ રહ્યો છે એવી જ રીતે તમાકુથી લઈ તમામ એવી વસ્તુઓમાં પણ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. નાની નાની બાબતો અથવા નાના નાના વ્યક્તિઓને આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ  દંડ ઉઘરાવીને રકમ વસૂલ કરવામાં આવે છે.

પરંતુ મોટી જગ્યાએ પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે અને ત્યાં દંડ નથી વસૂલાતો નથી એવું નાના વેપારીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે. અને જો આવું હોય તો આ બાબત ખરેખર એક ચિંતાનો વિષય છે.… તાજેતરમાં સાવરકુંડલા નગરપાલિકા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ બદલ દંડ વસૂલ કરી રહી છે  જેમાં ૫૦૦ થી લઈ ૨૫૦૦ સુધીનો દંડ ફટકારવા  માટે તૈયાર છે. પરંતુ કંઈક અંશે મોટા વ્યાપારીઓ અથવા મોટી ફેક્ટરીઓ અથવા મોટી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે તે પણ બંધ કરાવવાની તાતી જરૂરિયાત છે. આ બાબતે પણ કડક વલણ અપનાવવું પડશે. માત્ર પાંદડાં તોડવાથી અર્થ નહીં સરે એના મૂળ પર પણ સમૂળગો પ્રહાર કરવો પડશે. . આ પ્રતિબંધિત પ્લાસ્ટીક નાબૂદી અભિયાન સંદર્ભે હવે તંત્ર દ્વારા મૂળ સુધી પહોંચવાનો સમય આવી ગયો છે. જો ઉત્પાદન પર જ પ્રતિબંધ હોય તો નાના વેપારીઓ પાસે એ પ્રતિબંધિત પ્લાસ્ટીક આવે જ નહી. એટલે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય કરે એ પણ સમયની જ માંગ છે.

Follow Me:

Related Posts