અમરેલી

લાગણીની માયા પણ વંદનીય હોય છે. સ્વાસ્થ્ય તંદુરસ્તી સાથ ન આપે ત્યારે આવશ્યક ઇચ્છાશક્તિ હોય તો પણ માનવીય સંબંધો લીલાછમ રહી શકે છે. જહાઁ ચાહ હૈં વહાઁ રાહ ભી તો હૈં

અમરેલીના મૂર્ધન્ય કવિ અને રઘુવંશી અગ્રણી હર્ષદભાઈ ચંદારાણા અને રોહિણીબેન ચંદારાણાએ સાહિત્યકાર અને કવિ મહેન્દ્રભાઈ જોષીનું તેમના નિવાસ સ્થાને નિમંત્રિત કરીને ભાવપૂર્ણ સંન્માન કર્યું. લોકસાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા નક્કી થયેલ પ્રથમ “બાલકૃષ્ણ દવે એવોર્ડ ” મનુદાદાને અર્પણ થતા નાદુરસ્ત તબિયતના કારણે પહોંચી નહી શકનાર મૂર્ધન્ય કવિ આદરણીય  હર્ષદભાઈ ચંદારાણા અને આદરણીય રોહીણીબેન ચંદારાણાએ પોતાના નિવાસસ્થાને આદર સાથે બોલાવી હૃદયના ભાવથી સન્માન કરતા દેખાય છે. એટલે જ કોઈકે લખ્યું હશે સ્નેહના તારો પરાણે ક્યાંય બંધાતા નથી દેહને બાંધો પણ દિલ બંધાતા નથી આવા દિલથી જોડાણ વાળા આદરણીય સ્નેહી સર્વ મિત્ર હર્ષદભાઈનું સાહિત્યકાર મહેન્દ્રભાઈ જોષી દ્વારા સસ્નેહ ઋણ પણ સ્વીકાર કરવામાં આવેલ

Related Posts