તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લનેઅસાઈત સાહિત્યસભાનો એવોર્ડ
ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્યસભાનું આ વર્ષનું પ્રતિષ્ઠિત ‘સર્જન-સન્માન પુરસ્કાર’ તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને પ્રાપ્ત થયું છે. એમના નિબંધસંગ્રહ ‘તેજસ્વિની’ને અનુસંધાને આ સન્માન મળ્યું છે. આ પુસ્તકમાં પદ્મશ્રીથી પુરસ્કૃત સન્નારીઓની સાહસી સફર આલેખી છે. ત્રિપદા હેલ્થકેર પ્રા. લિ. તરફથી દરેક સર્જકને શિલ્ડ-શાલ અને પાંચ હજાર રૂપિયા અર્પણ થશે. જાણીતા નાટ્યકાર વિનાયક રાવલ, યશોધર રાવલ, નવનીત મોદી ઈત્યાદિ ઉપસ્થિત રહેશે.
‘તેજસ્વિની’નું પ્રકાશન ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પ્રસન્નતા વ્યક્ત કરી છે. રક્ષા શુક્લનાં ૨૦થી વધુ પુસ્તકો પ્રગટ થઇ ચૂક્યાં છે. એમને બ્રહ્મ ગૌરવ પુરસ્કાર, બેસ્ટ કૉલમ રાઈટર, સંસ્કાર વિભૂષણ એવોર્ડ, નારીશક્તિ, આકાશવાણીનું રાષ્ટ્રીય સન્માન, કમલાબેન પરીખ, કુમાર ચન્દ્રક ઇત્યાદિ પારિતોષિક પ્રાપ્ત થઇ ચુક્યા છે.
Recent Comments