અમરેલી

ભારતીય સંસ્કૃતિની અસ્મિતા અને તેના સંવર્ધન માટે સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં દાતાશ્રી દ્વારા ભારત માતાની મૂર્તિ શાળાને અર્પણ કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ  ભુવા પ્રાથમીક શાળામાં આજરોજ સ્વ. બાવાભાઈ ડાયાભાઈ વોરા તથા સ્વ.જવલબેન બાવાભાઈ વોરાના સ્મરણાર્થે રૂ.૭૫૦૦૦ ના ખર્ચે ભારત માતાની મૂર્તિ શાળાને અર્પણ કરવામાં આવી હતી.હસ્તે. શંભુભાઈ બાવાભાઈ વોરા.ધનજીભાઈ બાવાભાઈ વોરા. ગુણવંતભાઈ બાવાભાઈ વોરા. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય અને રાષ્ટ્રીય દાયિત્વની ભાવના વિકસિત થાય એ માટે ભારત માતાની મૂર્તિ પ્રેરણા સ્ત્રોત બને એ જ ખરાં અર્થમાં શિક્ષણની સાર્થકતા ગણાય

Related Posts