fbpx
રાષ્ટ્રીય

કેરળમાં માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત

કર્ણાટકથી સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ અને ઓટો વચ્ચે કેરળના મલપ્પુરમમાં જાેરદાર ટક્કર થઈ હતી. આ ભયંકર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ઓટો ચાલક સિવાય બે મહિલાઓ અને બે બાળકોના મોત થતા અરેરાટી મચી ગઈ હતી. મૃતકોમાં ઓટો ડ્રાઈવર ઉપરાંત બે મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકો ઘાયલ પણ થયા છે,

જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.. આ અકસ્માત થતાં ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યે થઈ હતી. જાે કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કે આ અકસ્માત બસ અને ઓટો ચાલકના કારણે થયો હતો કે અન્ય કોઈ કારણોસર. આ ભયાનક માર્ગ અકસ્માત પર, મલપ્પુરમ જિલ્લા પોલીસ વડા સસિધરન એસએ કહ્યું કે પોલીસ મોટર વાહન વિભાગ સાથે મળીને આ અકસ્માતની તપાસ કરશે.

Follow Me:

Related Posts