સાવરકુંડલા માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારીઓનો માલ બાનમાં લેતાં મામલો વધુ ગુંચવાયો..
સાવરકુંડલા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં હડતાળ સંદર્ભે હવે વાત વધું ગુંચવાણી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. આજે હડતાળના બીજા દિવસે હરરાજી બંધ રહેલ હોય વેપારીઓને એનો પડેલો માલ માર્કેટ યાર્ડની બહાર કાઢવા ન દેતાં મામલો વધુ ગુંચવાયો અને વેપારી વર્ગ પણ હવે આ સંદર્ભે લડી લેવાના મૂડમાં જ હોય મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું.
આમ હવે વાત વધુ વણસતી જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન યાર્ડ ખાતે મજૂરોની સ્થિતિ દયનીય બની છે. આશા રાખીએ મામલો વધુ ઉગ્ર ન બને અને કોઈ સકારાત્મક ઉકેલ વહેલી તકે આવે..આ સંદર્ભે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાને પણ એક નકલ પાઠવી છે
Recent Comments