નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્રએ મહિલાને તેના જ ખેતરમાં બોલાવી માર મારવાનો આક્ષેપ
ખેડા જિલ્લાના નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપના કાઉન્સિલર વિજય પટેલના પુત્ર વિવેકે એક મહિલા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ છે. નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલે એક મહિલા પર હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે. વિવેક પટેલ દ્વારા મહિલાને તેના જ ખેતરમાં બોલાવી માર મારવાનો આક્ષેપ લાગ્યો છે. વિવેક પટેલે અન્ય ખેતર માલિકના ખેતરમાં ઘર તોડી પાડ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિવેક પટેલ અને યોગેશ મારવાડી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Recent Comments