fbpx
ભાવનગર

જિલ્લાના વિદ્યાર્થીઓ “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય પર કૃતિઓ રજૂ કરશે

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના ખાતે ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનું ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩/૨૪’ નુ આયોજન કરવામાં આવશે. જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – ભાવનગર – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગર સંયુક્ત અને શિક્ષણ પરિવાર નારી ના સંયુક્ત ઉપક્રમે ૧૮-૨૦ ડિસેમ્બરના ના રોજ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાશે. હાલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન વિષયોને પાંચ અલગ અલગ ગેલેરીઓના માધ્યમ થીપ્રસ્તુત કરી તથા ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઉટરીચ કાર્યક્રમોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, શિક્ષિત કરવા અને મનોરંજન કરવાના હેતુ સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે.આવા જ એક અનોખા હેતુ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ – ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – ભાવનગર – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગર તથા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર સંયુક્ત ઉપક્રમે ૧૮-૨૦ ડિસેમ્બરના ના રોજ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’ નુ આયોજન કરવામાં આવશે.

જેમાં દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય પર કૃતિઓ રજુ કરશે. જેમાં પ્રદશન નિહાળવાનો લાભ વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ દરેક લઇ શકશે. આજના સમયમાં બાળક મોબાઈલની દુનિયામાં ધીરે ધીરે વ્યસ્ત બની રહ્યો છે. તેની આસપાસ શું થઈ રહ્યું છે કદાચ તેનો ખ્યાલ પણ નથી.આવા સમયે બાળકોને નવી દિશા આપવી ખુબ જરૂરી છે. બાળકો અવનવું શીખે,અજમાયશ કરે, નવું તારણ ખોળી બતાવે એ હેતુસર નાના મોટા આયોજન થતા રહે એ આવશ્યક છે. વિજ્ઞાન મેળાનો મુખ્ય વિષય “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” હતો તેમ જ તેમાં અન્ય પાંચ પેટા વિભાગો પૈકી અનુક્રમે સ્વાસ્થય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી, કૃષિ ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, ગણનાત્મક ચિંતન -કમપ્યુટર ઉપયોગ સલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ કૃતિઓ તેમજ બેનર ચાર્ટ દ્વારા રજૂ કરશે.
આ સાથે વિવિધ પ્રવૃતિઓનુ પણ આયોજન કરવામાં આવશે. જેમાં સાયન્ટિફિક ફિલ્મ શો તથા હેન્ડસ ઓન એકટીવિટી, ડુ ઈટ યોર સેલ્ફ કીટ, આકાશ દર્શન, કેમ્પ ફાયર અને સાંસ્કૃતિક કાર્યક્રમ નો સમાવેશ થાય છે. જેમાં પ્રદશન નિહાળવાનો તથા વિવિધ પ્રવુતિઓમા ભાગ લેવાનો લાભ વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ દરેક લઇ શકશે. આ રીતના આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાની કળાને ખીલવવા માટેની તક સાંપડે છે. વિજ્ઞાન મેળાના દ્વારા જટિલ
એવા વિષય તેના નિયમો, સિદ્ધાંતોને રમતા રમતા સમજી, શીખી, જાણી અને માણી શકાય છે. વિજ્ઞાન મેળા જોવાઆવનાર શાખાઓ 9586100600 ઉપર સંપર્ક કરી એન્ટ્રી ફ્રી કરી શકેશે.

Follow Me:

Related Posts