પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રાઈવેટ હોસ્પિટલમાં મારા પુત્રનુ નિશુલ્ક ઓપરેશન થયુ : જીતુભાઈ પરમાર
ભાવનગર જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા રજૂ કરી રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવા બદલ શિહોરના કરકોલિયા ગામના જીતુભાઈ પરમારે પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.લાભાર્થી જીતુભાઈ પરમારે જણાવ્યું હતું કે, મારા પુત્રને સારણગાંઠ થઈ હોઈ તેનું ઓપરેશન અમદાવાદ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ પર તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments