અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તારીખ 17/ 12/ 2023 ને રવિવારના રોજ કોંગ્રેસ પક્ષ ના સંમેલન નાં આયોજન માટે મીટીંગ મળેલ હતિ
આ કાર્યક્રમમાં પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્યશ્રી વીરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા,પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ,જિલ્લા પંચાયત નેતા વીપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ,પૂર્વ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, શંભુભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને ધારી વિસ્તારના લોક સેવક ડોક્ટર જયસુખભાઈ જસાણીનું નિધન થયેલ હોય ,ઉપસ્થિત સૌ અગ્રણીઓએ અને કાર્યકરોએ બે મિનિટ મૌન પાળી સદગત ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા ડોક્ટર જસાણી સાહેબના સંસ્મરણો તાજા કર્યા હતા.
આવનારી લોકસભા ચૂંટણીમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા આગામી તારીખ 22/ 12/2023 ને રવિવારના રોજ અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો નું વિશાળ સંમેલન યોજવા આ તકે નક્કી કરવામાં આવેલ હતું. આજની મિટિંગમાં જિલ્લાના મહત્વના પદાધિકારીઓ, દરેક તાલુકા અને શહેર સમિતિના પ્રમુખશ્રીઓ ,તમામ સેલ અને મોરચાના જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના નેતા વિપક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમના સંચાલન માટે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જગદીશભાઈ તળાવિયા, જનકભાઈ પંડ્યા, સંગઠન મંત્રી જગદીશભાઈ પાનસુરીયા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા તથા કાર્યાલય મંત્રી જમાલભાઈ મોગલ એ જહેમત ઉઠાવી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા મીટીંગ યોજાઈ,સ્વ. ડો.જસાણી સાહેબ ને કોંગીજનો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માં આવી

Recent Comments