આજરોજ શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યામંદિર થોરડી ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની બે શાળાઓની પસંદગીમાં આ શાળાની પસંદગી થતાં તેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.બી. ખેર સાહેબ તથા પ્રતિકભાઈ સાવલિયા તેમજ સાવરકુંડલા તાલુકા હેલ્થ કચેરીના ડો. સતિષભાઈ દેગડા સાહેબ ડોક્ટર ભૂમિ બહેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિષય તરીકે તમાકુ અને વ્યસનથી થતા નુકસાન વિશે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબરોને પ્રોત્સાહિત કરી ઇનામો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.બી. ખેર સાહેબના હસ્તે એનાયત આવ્યા હતા. સાથોસાથ શાળામાં ત્રીજી ડિસેમ્બરના રોજ ઉજવાયેલ “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની સ્પર્ધાઓના દિવ્યાંગ સ્પર્ધકોને ખેર સાહેબના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમના અંતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ બાળકોને વ્યસનથી થતાં નુકશાન અંગે વિસ્તૃત માહિતી આપી સમજણ આપી હતી. અંતમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદાએ સૌને આભાર માની સ્ટાફગણ તથા બાળકોની મહેનતને બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલક શાળાના શિક્ષક મનસુખભાઈએ કર્યું હતું
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોક વિદ્યા મંદિર ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Recent Comments