ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં રહેતા ટીનુભાઈ ડાભીનો ૧૫ વર્ષનો પુત્ર મનોદિવ્યાંગ છે. ટીનુભાઈ ડાભીને દર મહિને રૂ. ૧૦૦૦ નું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માર્ગદર્શન લઈ તેમને આ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. ટીનુભાઈ ડાભી જણાવે છે કે આ લાભ થકી તેમના પુત્રની સારવાર અને દવાઓના ખર્ચે માટે મદદ મળી રહે છે. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત અનેક જરૂરીયાતમંદ બાળકોને વિવિધ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે અને તેમને મુશ્કેલીઓભર્યા જીવનમાં ટેકો આપી જીવન સરળ કરે છે.
‘મેરી કહાની મેરી ઝુબાની’ટીનુભાઈ ડાભીના પુત્રને મળી રહ્યો છે મનોદિવ્યાંગ યોજનાનો લાભ


















Recent Comments