ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલા દ્વારા કાણકિયા કોલેજમાં ગ્રાહક અધિકાર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો
આજરોજ તા.૨૦/૧૨/૨૩ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલામાં ગ્રાહક જાગૃતિ અંગે સેમિનારનું આયોજન થયેલ હતું.
કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. પ્રો.ડો.હરેશભાઈ દેસરાણીએ રમેશભાઈ હિરાણી (એડવોકેટ એન્ડ નોટરી) પ્રમુખ, ગ્રાહક સુરક્ષા મંડળ, બીપીનભાઈ પાંધી (પત્રકાર/ગ્રાહક સુરક્ષાના તજજ્ઞ),ડો.રવિભાઈ મહેતા (અધ્યાપન મંદિર) કન્વીનર, ગ્રાહક સુરક્ષા મંડળનું શાબ્દિક સ્વાગત કરેલ. પ્રો.પાર્થભાઈ ગેડિયાએ પ્રાસંગિક રીતે ગ્રાહકના અધિકારો શું છે?ગ્રાહક સુરક્ષા ધારો કઈ રીતે ઉપયોગી છે? તે અંગે વાત કરેલ. બીપીનભાઈ પાંધી સાહેબે ગ્રાહકના અધિકારોની સુરક્ષા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો કઈ રીતે જન્મથી મૃત્યુ પર્યંત સુરક્ષા પુરી પાડે છે,કોઈપણ બાબતે ખરીદી બિલ કેટલું મહત્વનું છે વગેરે બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ.
ડો.રવિભાઈ મહેતાએ ગ્રાહકે પોતાની અધિકારોની જાગૃતિ માટે શું કરવું? અધિકારોનો ઉપયોગ કઈ રીતે કરવો? તે અંગે ઉદાહરણ સહિત રજૂઆત કરેલ. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણીએ પોતાના પચ્ચીસ વર્ષના અનુભવના નીચોડ સ્વરૂપે અસંખ્ય વાસ્તવિક ઉદાહરણો આપી વેપારીઓ દ્વારા થતી છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી, સાઇબર ફ્રોડ વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરી વિદ્યાર્થીઓને સતત જાગૃત રહેવા અપીલ કરેલ. સમગ્ર સેમિનારમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખરા અર્થમાં કેળવણી શિક્ષણ મેળવેલ. કાર્યક્રમના આયોજન અને સફળતા માટે પ્રિ.ડો.એસ.સી.રવિયા,પ્રો.ડો. હરેશભાઈ દેસરાણી, પ્રો.પાર્થભાઈ ગેડીયા તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું
Recent Comments