fbpx
બોલિવૂડ

‘ફાઇટર’ ફિલ્મનો નવા ગીતનું પોસ્ટર રિલીઝ થયું

ઘણા વર્ષો બાદ હૃતિક રોશન ફરી એક વાર રક્ષકના યુનિફોર્મમાં જાેવા મળવાનો છે અને આ વખતે તેની સાથે દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર જેવા સ્ટાર્સ પણ જાેવા ધૂમ મચાવાના છે. ત્યારે આ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઈટેડ છે. હૃતિક રોશન ‘ફાઇટર’માં એરફોર્સના પાઇલટના રોલમાં લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. આટલું જ નહીં, એક્શનની સાથે આ ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જાેવા મળશે.

તેની એક ઝલક ફિલ્મના રિલીઝ પહેલા જ રિલીઝ થયેલા ટીઝરમાં જાેવા મળી છે અને તે બાદ હૃતિક અને દીપિકાએ ફિલ્મને લઈને ફેન્સને બીજી ગુડ ન્યૂઝ આપી છે. તમને જણાવી દઈએ કે હૃતિક અને દીપિકાએ બીજુ એક પોસ્ટર રિલીઝ કર્યુ છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે તે કોઈ સમુદ્ર કિનારે છે જાેરદાર ઠંડી પડી રહી છે અને એ વચ્ચે બન્ને તેમના પોઝ સાથે ગરમીનો પારો ચઢાવી રહ્યા છે. જાેકે તે ફિલ્મનો સીન નહીં પણ ફિલ્મનું નવુ ગીત આવી રહ્યું છે તેનું પોસ્ટર છે.

આ ગીત સમુદ્ર કિનારે શૂટ કરવામાં આવ્યું છે, જેમાં દીપિકા પાદુકોણ સ્વિમસૂટમાં જાેવા મળશે. હૃતિક રોશન શર્ટલેસ જાેવા મળશે. બંનેની કેમેસ્ટ્રી અદ્ભુત રહેશે.. ‘ફાઇટર’ સ્ટાર હૃતિક રોશને આ ગીતને લઈને એક અપડેટ શેર કરી છે. તેણે આ ગીતનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેમાં દીપિકા પાદુકોણ બ્લેક મોનોકિનીમાં જાેવા મળી રહી છે. હૃતિક રોશન દીપિકાને કમરથી પકડેલો જાેવા મળે છે. રિલીઝ થનારા આ ગીતનું નામ ‘ઈશ્ક જૈસા કુછ’ છે. આ પોસ્ટરને શેર કરતાં રિતિક રોશને લખ્યું કે, ‘ઈશ્ક જૈસા કુછ’ ૨૨મી ડિસેમ્બરે રિલીઝ થશે. દીપિકા પાદુકોણે પણ આ જ કેપ્શન સાથે પોસ્ટ શેર કરી છે.

તમને જણાવી દઈએ કે એરિયલ એક્શનના ક્ષેત્રમાં દેશનો આ પહેલો પ્રયાસ છે. આ પહેલી ફિલ્મ હશે જેમાં પાવરફુલ એરિયલ એક્શન જાેવા મળશે. તેથી સ્વતંત્રતા દિવસ સાથે, ‘ફાઇટર’ એ પ્રથમ મોશન પોસ્ટરનું અનાવરણ કરીને તેની પાંખો ફેલાવી છે, જેનું શીર્ષક છે ‘સ્પિરિટ ઑફ ફાઇટર’. તમને જણાવી દઈએ કે, ફૈટ્ઠર્ષ્ઠદ્બ૧૮ સ્ટુડિયો દ્વારા સ્ટ્ઠકિઙ્મૈટ ઁૈષ્ઠંેિીજ સાથે મળીને પ્રસ્તુત, ‘હ્લૈખ્તરંીિ’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Follow Me:

Related Posts