અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર આયોજીત સ્નેહ સંવાદ સંમેલન

પ્રદેશ અગ્રણીઓ સિધ્ધાથભાઈ પટેલ, લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, અમરીશભાઈ ડેર, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, વિમલભાઈ ચુડાસમા, પુંજાભાઈ વંશ, ઠાકરશીભાઈ મેતલીયા, ધીરૂભાઈ દુધવાળા, જેનીબેન ઠુંમરની વિશેષ ઉપસ્થિતીમાં નવનિયુકત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાતને આવકારવા તથા તમામ પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીઓનો ઋણ સ્વીકાર સન્માન સમારોહનું આયોજન

આગામી તા. ૨૨-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે કોંગ્રેસપક્ષના વિશાળ સંમેલનનું આયોજન થયેલ છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ દવારા આ તકે પ્રદેશ કોંગ્રેસના નેતાગણની વિશેષ ઉપસ્થિતીમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય અને ધુવાધાર કોંગ્રેસના નેતા એવા પ્રતાપ દુધાતની અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓલ ઈન્ડીયા કોંગ્રેસ દવારા નિમણુંક થતા શ્રી દુધાતને આવકારવા અને પુર્વ જિલ્લા પ્રમુખશ્રીઓનું ઋણ સ્વીકાર અને સન્માન સમારોહ યોજાયેલ છે.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના તમામ હોદેદારશ્રીઓ, શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, સેવાદળ, બક્ષીપંચ મોરચો, અનુ.જાતિ મોરચો, માઈનોરીટી સેલ, શિક્ષક સેલ, કિશાન સેલ, લીગલ સેલ, માલધારી સેલ, સોશિયલ મિડિયા સેલ સહિતના તમામ હોદેદારશ્રીઓ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચુંટણી લડેલ તમામ ઉમેદવારશ્રીઓ તથા જિલ્લાભરના કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને કાર્યકરોને બહોળી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Related Posts