અમરેલી

અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ ટીમએ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી પરિવાર તૂટતો બચાવ્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ ૧૮૧ માં કોલ કરી પોતાનું લગ્ન જીવન બચાવા માટે મદદ માંગેલ હતી.
જેથી તુરંત,જ અમરેલી ૧૮૧ અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલા સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે *પીડિતા ના બાર વર્ષ પહેલા લગ્ન થયેલા હતા ને તેમના લગ્ન જીવન દરમિયાન સંતાન માં બે દીકરાઓ હતા,પરિણીતાના પતિ સાથે અવાર નવાર નાની-નાની બાબતમાં ઝઘડા થતા પતિ દ્વારા અપશબ્દો બોલી મારકૂટ કરવામાં આવતી હોય* જેથી પરિણીતા રિસાઈને પોતાના એક બાળક સાથે પિયર રહેવા ગયેલ હતા

પરંતુ તેઓના પતિ પરત લેવા આવેલ નહીં ને જેથી પરિણીતા ચાર મહિના પછી બાળકો ના ભવિષ્ય અંગે વિચારી જાતે સાસરે પતિ ના ઘરે પાછા આવેલ હતાં પરંતુ,ત્યારે તે સમયે પતિએ ઘરે આવવાની તેમજ રાખવા ની મનાઈ કરી ને છુટાછેડા લેવા માટે દબાણ કરેલ હતું.આથી 181 ની ટીમે બંન્ને સાથે પરામર્શ કરી વાતચીત કરી સમજાવેલ અને *પીડિતા ના પતિને કાયદાની ભાન કરાવી અને તેઓના સંતાન નું ભવિષ્ય ન બગડે તેની સમજણ આપતા પીડિતાના પતિ ને પોતાની ભૂલ નો અહેસાસ થતાં મહિલા સાથે ગેરવર્તન તેમજ ફરી મારઝૂડ નહી કરે તેની બાંહેધરી આપી હતી**જેથી અભયમ ટીમ દ્વારા પતિ-પત્ની ને રાજીખુશીથી રહેવા કહેલ અને પીડિતા બહેન પણ પોતાનો ઘરસંસાર ના તૂટે તેથી પતિ ને બાળક સાથે રહેવા રાજી થયેલ હતા.ત્યારબાદ,આ દંપતિ નું સુખદ ને રાજીખુશીથી થી ટીમ દ્વારા સમાધાન કરાવેલ હતું.

Related Posts