બી.એ.પી.એસ.શ્રી સ્વામિનારાયણ મંદિર, અમરેલી દ્વારા વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની ૧૦૧મી જયંતી પ્રસંગે રકતદાન યજ્ઞનું આયોજન
‘બીજાના ભલામાં આપણું ભલું’ એ સૂત્ર સાથે જીવન જીવનાર વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧માં જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, ચિતલ રોડ, અમરેલી ખાતે તા.૨૪ ડીસેમ્બર, ૨૦૨૩, રવિવારના રોજ સવારે૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.ગત વર્ષે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અમદાવાદ મુકામે યોજાયેલ ઉત્સવમાં ઐતિહાસિક રકતદાન કરવામાં આવેલ. જે શૃંખલામાં પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧માં જન્મોત્સવ પ્રસંગ અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હરિભકતો મોટી સંખ્યામાં રકતદાન કરવા પધારનાર છે. આ રક્તદાન યજ્ઞમાં જમાં થનાર રકત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, બ્લડ બેંક, અમરેલીને આપવામાં આવશે. આ રક્તદાન યજ્ઞમાં અમરેલી શહેર તથા આજુબાજુના વિસ્તારના ધર્મપ્રેમી જનતાને પધારવા જોડાવવા માટે બી.એ.પી.એસ.શ્રી સ્વામિનારાયણ મંદિર, અમરેલી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Recent Comments