fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નાવલી નદીમાં રાત્રિ દરમિયાન સફાઈ અભિયાન..

સાવરકુડલાના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના તેમજ, શહેર સંગઠન માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ઉપ-પ્રમુખ  પ્રતીકભાઈ નાકરાણીની સૂચનાથી સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા દ્વારા  રાત્રિના ૧૧-૩૦ કલાકે  સાવરકુંડલા નાવલી નદીની સફાઈ કરવામાં આવી.. બસ એક જ લક્ષ કે હવે સાવરકુંડલા શહેરને સ્વચ્છ રળિયામણું અને મનમોહક બનાવવું છે.. સાવરકુંડલા શહેરને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના સપનાને સાકાર કરવાનો એક નમ્ર પ્રયાસ.

Follow Me:

Related Posts