fbpx
ગુજરાત

હિંમતનગરના વેપારીઓએ રોડ પર ચક્કાજામ કર્યો

ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લાઈન કરવાનું કામ છ વર્ષથી ચાલી રહ્યું હોય લોકો પરેશાન

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને પસાર થઈ રહેલા ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લાઈન કરવાનું કામ છ વર્ષથી ચાલી રહ્યું છે. જાેકે હજુ પણ આ કામ અધુરુ જ લટકી રહ્યુ છે. જેને લઈ પ્રાંતિજ અને હિંમતનગરના લોકો પરેશાન થઈ ગયા છે. આ બંને શહેરના મુખ્ય એન્ટ્રીંના ઓવરબ્રિજ જ અધુરા બંધ પડ્યા છે. બંને ઓવરબ્રિજના ડાયવર્ઝન પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને જેને લઈ તેની ડસ્ટથી આસપાસના વેપારીઓ પરેશાન થયા છે. હિંમતનગરમાં પરેશાન થઈ ઉઠેલા વેપારીઓ અને સ્થાનિકોએ હંગામો મચાવીને વિરોધ નોંધાવ્યો હતો. હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં સ્થાનિકોએ રોડ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક વેપારી પરેશ પટેલે બતાવ્યુ હતુ કે, અમે અહીં ધંધો રોજગાર ચલાવવાથી વેપારીઓ પરેશાન થઈ ગયા છીએ. છ વર્ષથી આ સમસ્યા વેઠી રહ્યા છીએ. સતત ડસ્ટ ઉડવાને લઈ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે. અમે ડાયવર્ઝન પેવર કરવા અને ડસ્ટ પર પાણી છાંટવા માટે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટર તે તંત્ર સાંભળતા જ નથી.

Follow Me:

Related Posts