fbpx
ગુજરાત

અમદાવાદના બોપલ નકલી નોટના નેટવર્કની તપાસમાં થાઈલેન્ડ કનેક્શન સામે આવ્યું

અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ એ બે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદના બોપલ નકલી નોટના નેટવર્કમાં અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ એ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મિલાપ મિસ્ત્રી અને ત્રુસાંગ શાહ છે અને તેમની આ મામલામાં શંકાસ્પદ ભૂમિકા સામે આવવાને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેને લઈ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર અલ્પીત ગજ્જરના મિત્રો છે. ગત ૧૨ ડિસેમ્બરના દિવસે અલ્પીત ગજ્જરએ બોપલની ૐડ્ઢહ્લઝ્ર બેન્કના કેશ ડિપોઝીટ મશીનમાં રૂ ૫૦૦ ના દરની ૧૯ જેટલી નકલી નોટ જમા કરી હતી. પરંતુ બેંકના ઝ્રઝ્ર્‌ફ માં અલ્પીત કેદ થતા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જે ૨૬ ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે. અલ્પીતની પૂછપરછમાં આ નકલી નોટ તેના મિત્ર મિલાપ પાસેથી મળી હોવાનું ખુલ્યું હતુ. પોલીસે મિલાપની ધરપકડ કરીને પૂછપરછ કરતા ત્રુસાંગ શાહનું નામ સામે આવતા ગ્રામ્ય ર્જીંય્એ બંને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

બંને યુવકોની શરુઆતમાં પૂછપરછ કરવામાં આવતા જ તેમના જવાબોને લઈ પોલીસને આશંકા વધવા લાગી હતી. જેને લઈ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી. નકલી નોટના નેટવર્કની તપાસમાં થાઈલેન્ડ કનેક્શન સામે આવી રહ્યું છે. કારણ કે અલ્પીત ગજ્જર સાત વખત થાઈલેન્ડ ગયો હોવાનું પાસપોર્ટ પરથી સામે આવ્યું છે. પકડેલા આરોપી મિલાપ અને ત્રુસાંગ પણ થાઈલેન્ડ ગયા હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે. આ બંન્ને આરોપી કાર વોશિંગ અને કાર સર્વિસ કરતા હોવાનું સામે આવ્યું છે. ગેરેજની આડમાં નકલી નોટ બેંકમાં ઘુસાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની આશંકાને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્રણેય આરોપીઓ એકબીજા પર નકલી નોટને લઈને આક્ષેપો કરી રહ્યા છે. જે નિવેદનો શંકાસ્પદ હોવાથી પોલીસે બન્ને આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી. નકલી નોટના નેટવર્કના તાર થાઈલેન્ડ સુધી પહોંચતા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ નેટવર્કમાં અનેક લોકોની સંડોવણી છે. જેથી પોલીસે નકલી નોટના નેટવર્કની ચેનલ સુધી પહોંચવા આરોપીના મોબાઈલ હ્લજીન્ માં મોકલીને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts